લગ્ન જીવનનું મહત્વનું પડાવ હોય છે, ત્યાર પછી જીવનમાં ઘણા એવા ફેરફાર આવે છે. ખાસ કરીને એક છોકરી માટે લગ્ન જીવનનો ટર્નીંગ પોઈન્ટ છે. તેવા વખતે તે સારી રીતે જાણી લેવું ખુબ જ જરૂરી છે કે તમારો સાથી કેવો છે? કેમ કે લગ્ન પછી વિચારવાથી સારું છે તે પહેલા જ જોઈ વિચારીને લેવામાં આવે. હવે તમે એમ કહેશો કે કોઈના વિષે કેવી રીતે જાણી શકાય. તે પણ લગ્ન પહેલા,તેની સાથે સમય પસાર કર્યા વગર. તો અમારો જવાબ છે તેમની ટેવો સાથે. ખાસ કરીને કોઈપણ વ્યક્તિની ટેવો તેમનું ચરિત્ર બનાવે છે, તેથી જો તમારી કોઈ વ્યક્તિ ની ટેવો નું વિષ્લેષણ કરી શકવા સક્ષમ છો તો તમે ઘણે અંશે તેના વિષે જાણી શકો છો.
આજે અમે તમને પુરુષોની થોડી એવો ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા એ જાણી શકાય છે કે તમારો પુરુષ સાથી હકીકત માં તમારો જીવન સાથી બનવા યોગ્ય છે કે નહિ?
પોતાની મનમાની કરવા વાળો
ઘણા લોકોની ટેવ હોય છે બીજાના દરેક કામમાં દોષ કાઢવો અને માત્ર પોતાની વાત આગળ રાખવી. જો તમારા સાથી ની પણ એવી ટેવ છે તો ચેતી જાવ. તમે કદાચ વિચારી શકો છો કે તમારો સાથી તો બીજા માટે આવા વિચારો ધરાવે છે પણ તમારા માટે તો સારો જ હશે પણ તમારો આ ભ્રમ આવનાર સમયમાં તમારી ઉપર ભારે પડી શકે છે. લગ્ન પછી જયારે પણ કોઈ કામ કરવા માટે તમારા પગ આગળ વધારશો તો તે તમારા પગ ખેંચવામાં જરા પણ વાર નહી લગાડે. તેવામાં આવી જાતના વિચાર વાળા માણસ સાથે લગ્ન કરવાથી સારું રહેશે કે તમે સાથી બદલવાનું વિચારી લો.
શંકા કરવા વાળા
હમેશા પુરુષ સાથી પોતાની મહિલા સાથી ને લઈને મનમાં જાત જાતની શંકા રાખતા હોય છે. ઘણા તો દરેક વાત ઉપર શંકા કરવા લાગે છે. એવા સમયે છોકરીઓને પણ લાગે છે તેમનો સાથી ખુબ જ પ્રેમ કરે છે અને એટલા માટે શંકા કરી રહેલ છે. પણ તમારા જીવન સાથીનું આ ઓવર પજેસિવ નેચર આગળ જતા તમારા માટે ખતરનાક થઇ શકે છે. તેવામાં સારું છે કે આવા ઓવર પજેસીસ વ્યક્તિ સાથે જીવનભરનો સાથ ન જોડવામાં આવે.
સમય ન આપવો
હમેશા પ્રેમમાં પ્રેમી ચાંદ તારા તોડી ને લાવવાની વાત કરે છે પણ હકીકતમાં નવરાશની બે ઘડી મળી જાય એટલું જ પુરતું હોય છે અને જો તમારા સાથી પાસે તમારા માટે બે ઘડી પણ નથી તો તમારે તમારો સબંધ આગળ નિભાવવા માટે વિચારી લેવું જોઈએ. આમ તો ઘણા છોકરા પોતાની વ્યસ્તતા દર્શાવતા કહે છે કે લગ્ન પછી તે તમને પૂરો સમય આપશે, તો આવા વ્યક્તિની વાતોમાં પડતા પહેલા એ વિચારી લો કે જે વ્યક્તિ આજે તમારી સાથે સમય નથી પસાર કરી શકતો તે લગ્ન પછી શું ખરેખર માં આવું કરશે. શું ત્યારે તેની વ્યસ્તતા દુર થઇ જશે.
ખાસ કરીને જોવામાં આવે તો કોઈ માણસ એટલો પણ વ્યસ્ત નથી હોઈ શકતો કે તેની પાસે સબંધો માટે પણ સમય ન હોય. હા બસ વાત હોય છે પ્રાથમિકતા અને જો તમારા સાથી માટે તમે તેની પ્રાથમિકતામાં જોડાયેલ નહી હો તો કોઈ અર્થ નથી આવા કારણ વગરના સબંધમાં પડવાનું.
બેદરકાર હોવું
આમ તો છોકરા સામાન્ય રીતે છોકરીઓ ની અપેક્ષા એ બેદરકારહોય છે. તે ભલે પોતાની દેખ રેખ ની વાત હોય કે પોતાની આજુ બાજુની વસ્તુ ને લઈને. જેને આજકાલ મોર્ડન યુગમાં ફૂલી રહેલ કહે છે. આમ તો આ ફૂલનેશ, બાકી વાતોમાં તો ઠીક છે પણ સબધને લઈને યોગ્ય નથી કેમ કે સબંધો માં સ્ત્રી પુરુષ બન્ને નું સમર્પણ ઘણું જરૂરી છે. તેથી જો તમારો સાથી તમારા સબંધો માટે બેદરકારી દર્શાવી રહેલ છે તો પછી તમારે તેના વિષે સજાગ થવાની જરૂર છે.
ખાસ કરીને લગ્ન જેવા બંધનમાં બંધાતા પહેલા.