Home » Life Style » વજન ઘટાડો – અજમાનું પાણી

વજન ઘટાડો – અજમાનું પાણી

અજમાનું પાણી ૧ મહિના માં પાંચ કિલો વજન ઓછું કરી શકે છે, આ રામબાણ ઉપાય અપનાવો..

અજમાનું પાણી ૧ મહિના માં પાંચ કિલોગ્રામ વજન ઓછું કરી શકે છે, આ રામબાણ ઉપાયને અપનાવો અને મોટાપાથી છુટકારો મેળવો.

અજમાનો ઉપયોગ ઘરમાં ન માત્ર મસાલા તરીકે જ લેવામાં આવે છે પણ નાની મોટી પેટની તકલીફો પણ તેના સેવનથી દુર થઇ જાય છે. ભોજન કર્યા પછી હજમ થવાનું સારું બનાવવું હોય તો તેનું ચૂર્ણ બનાવીને ખાવ અને પછી ફાયદા જુવો. આમ તો અજમો ખુબ કામની વસ્તુ છે પણ તેનો એક ફાયદો મોટાપો ઓછો કરવાના કામમાં પણ આવે છે. જી હા આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે અજમાનું પાણી રોજ ખાલી પેટ પીવાથી મોટાપો કુદરતી રીતે ઓછો થઇ જાય છે. મોટાપો ઓછો કરવા માટે હમેશા લોકો ગરમ પાણી અને લીંબુ પીવે છે, જેથી શરીરના ઝેરીલા તત્વો બહાર નીકળે છે નહી કે વજનમાં ઘટાડો થાય છે.

ઘણી બીમારીમાં ફાયદાકારક અજમાનું પાણી –

પાચનક્રિયા સારી

અજમા માં થાયમોલ રહેલ હોય છે. વિશ્વમાં સૌથી વધુ થાયમોલ વાળો છોડ અજમા નો જ હોય છે. આ કેમિકલ્સ ગેસ્ટ્રીકને બહાર કાઢવામાં પેટને મદદ કરે છે. જેથી પાચન ક્રિયા સરળ થઇ જાય છે. અપચો, ઉબકા અને શિશુઓના પેટના દુખાવા જેવી સમસ્યાઓમાં તેનાથી મદદ મળે છે.

વજન ઘટાડવામાં ઉપયોગી

અજમા ન માત્ર તમારી પાચનક્રિયા ને સારી કરે છે પણ તમારા મેટાબેલીજ્મ ને પણ વેગ આપે છે, જેથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.

માથાનો દુખાવો અને કંજેસ્શન માં છુટકારો

અજમાનું પાણી ઉકાળતા કે તેનું પાણી પોવાથી જે તેની વરાળ મળે છે તેનાથી માથાનો દુખાવો અને નાકના કંજેસ્શનમાં ઘણી રાહત મળે છે. એવું એટલા માટે થાય છે કેમ કે અજમા માં ઘણા બધા બાષ્પશીલ પદાર્થ હોય છે જો કે ઉકાળવાથી વરાળ બનીને ઉડે છે. જયારે તમે તે વરાળને અંદર લો છો તો તમારો માથાનો દુખાવો અને જુકામમાં પણ રાહત મળે છે.

ઉબકામાં રાહત

અજમાના પાણીથી ઉબકા પણ ઠીક થઇ શકે છે. ઘણા કેસમાં તેના પાણીથી સતત આવી રહેલ ઉલટીઓ પણ અટકી જાય છે. આવું એટલા માટે થાય છે કેમ કે અજમામાં ઘણા બધા અસરકારક એન્ટીબેક્ટેરીયલ તત્વ હોય છે જે પેટના બેક્ટેરિયા ઇન્ફેકશન દુર કરી શકે છે.

દાંતનો દુખાવો કરે છે દુર

અજમો દાંતનો દુખાવો દુર કરીને મોઢાને સ્વસ્થ બનાવી રાખવામાં ખુબ મદદગાર હોય છે. આયુર્વેદિક ડોક્ટર આ સલાહ આપે છે કે દાંતના દુખાવા થવા ઉપર અજમાના પાણીથી કોગળા કરો. અજમામાં રહેલ થાયમોલ દર્દમાંથી રાહત અપાવે છે અને મોઢાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.

બીજી રીતે જોઈએ તો અજમાનું પાણી પીવાથી શરીરનું મેટાબેલીજ્મ વધે છે તેને કારણે કાર્બ અને ચરબી ઓગળવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. તો જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો તો થોડા દિવસો સુધી આ નુસ્ખાને અજમાવો અને અસર જુવો. આવો જાણીએ અજમાનું પાણી બનાવવાની રીતને પરિણામ મેળવવા માટે કઈ કઈ વસ્તુથી પરેજી રાખવાની છે.

આવી રીતે બનાવો અજમાનું પાણી

૧. કેવી રીતે તૈયાર કરવું અજમાનું પાણી

૨. ૫૦ ગ્રામ અજમો લો (તમે ધારો તો ૨૫ ગ્રામ પણ લઇ શકો છો પણ ૫૦ ગ્રામ વધુ અસરકારક છે)

૩. અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળીને રાખો અને પછી સવારે પાણીને ગાળી લો.

૪. ત્યાર પછી પાણીમાં એક ચમચી મધ ભેળવો અને સવારે ખાલી પેટે પી લો.

૫. જો તમે ધારો તો અજમાને તડકામાં સુકવીને ફરી બીજા દિવસે પણ ઉપયોગ કરી શકો છે. પણ ત્રીજા દિવસે તમારે નવા અજમાનો ઉપયોગ કરવો પડશે.

૬. અજમાના પાણીને ૪૫ દિવસ સતત પીવો. તમને ફાયદો જરૂર મળશે. આમ તો તમને તેની અસર માત્ર ૧૫ દિવસમાં જ જોવા મળશે પણ અસરકારક પરિણામ મેળવવું હોય તો ૪૫ દિવસ લાગશે. વજન ઓછું થવું તમારા શરીરના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. આ પાણી પીવાથી તમારું પાંચ કિલો વજન ઓછું થશે પણ તમે કોઈ બીમારી થી પીડિત ન હોય તો.

સારું પરિણામ મેળવવા માટે થોડી મહત્વની વાતો નું પાલન કરો

૧. ભાત એકદમ છોડી દો રોટલીની સંખ્યા ધટાડી દો. એટલે કે તમે બે રોટલી ખાવ છો તો તેની અડધી કરી દો.

૨. બટેટા, ખાંડ, ફાસ્ટ ફૂડ અને તેલવાળું ફૂડ ન ખાવું.

૩. ભોજન કર્યા પછી એક કલાક સુધી પાણી ન પીવો.

આ ઉપચાર ખાસ કરીને તે મહિલાઓ માટે છે જેમને પીરીયડની તકલીફ અને જેને કારણે તેનું વજન વધી જાય છે.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Shares