Home » Uncategorized » હવે ગર્ભ નિરોધક ગોળીઓ સ્ત્રીઓ જ નહી પુરૂષો પણ ગળશે

હવે ગર્ભ નિરોધક ગોળીઓ સ્ત્રીઓ જ નહી પુરૂષો પણ ગળશે

એ દિવસ દૂર નથી જ્યારે પરિવાર નિયોજન માટે મહિલાઓની જેમ પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી શકશે. સંશોધનકર્તાઓએ પરીક્ષણમાં ”મેલ પિલ”ને સુરક્ષિત અને અસરકારક જણાવી છે. આ ગોળીને DMAU નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રોફેસર સ્ટેફની પેજ અનુસાર મહિલાઓની ગર્ભનિરોધક ગોળીઓની જેમ જ DMAU પણ પુરુષ હોર્મોન જેવા કે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટિનની ક્રિયાને સંયુક્ત કરે છે…

આ ગોળી પ્રતિદિવસે એક લેવી પડશે. તેમને કહ્યું, કેટલાક પુરૂષોનું કહેવું છે કે, તેઓ ઈન્જેક્શન અથવા અન્ય ઉપાયોની જગ્યાએ ગર્ભનિરોધકના રૂપમાં પ્રતિદિવસની એક ગોળી ખાવાની પસંદ કરીશું. સંશોધનકર્તાઓએ 18થી 50 વર્ષના લગભગ 100 હેલ્થી પુરૂષોના ત્રણ સમૂહો પર ડીએમએયૂનું પરીક્ષણ કર્યું. આ સમૂહોને 100, 200 અને 400 એમજીનું ભોજન કરાવવામાં આવ્યું. પરીક્ષણના પ્રથમ અને અંતિમ દિવસે હોર્મોન અને કોલેસ્ટ્રોલના સ્તરને માપવા માટે લોહીના નમૂના લેવામાં આવ્યા. 400 એમજી ખોરાક લેનાર સમૂહના ટેસ્ટોસ્ટેરોન અને શુક્રાણુ બનાવે તેવા બે હોર્મોન્સના સ્તરમાં ઘણો ઘટાડો નોંધાવ્યો હતો.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Shares