Home » Life Style » જે મહિલાઓ ને ગર્ભ ટકતો નથી, વારંવાર ગર્ભપાત થઇ જાય છે, શિસ્ટ હોય, લ્યુકોરિયા વગેરેનો રામબાણ

જે મહિલાઓ ને ગર્ભ ટકતો નથી, વારંવાર ગર્ભપાત થઇ જાય છે, શિસ્ટ હોય, લ્યુકોરિયા વગેરેનો રામબાણ

મહિલાઓમાં પ્રજનન તંત્ર ને લગતી ખુબ તકલીફો થાય છે. આજના લેખમાં અમે એવી જ એક ઔષધી ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓમાં ન માત્ર પ્રજનન તંત્ર ની તકલીફો નું સમાધાન કરે છે પણ જે મહિલાઓમાં વારંવાર ગર્ભપાત થવાનો ડર રહે છે અને જેનામાં દુધનો સ્ત્રાવ ઓછો હોય છે તેમાં પણ ખુબ ઉપયોગી થાય છે.

Balbir Singh Shekhawat જી જણાવી રહ્યા છે શતાવરી નામનું એક ખુબ પ્રભાવશાળી ઔષધી વિષે. શતાવરી નું વેજ્ઞાનિક નામ Asparagus Racemosus છે અને આ Liliaceae પરિવાર સાથે જોડાયેલ છે તેને ઘણી રીતે જુદાજુદા નામથી ઓળખવામાં આવે છે જેમ કે

ભાષા સામાન્ય નામ

હિન્દી શતાવર (satawar), નાગદૌન કે શતામૂળ

બંગાળી શતમુળી (Shatamuli)

મલયાલમ શતાવાલી (Shatawali)

મરાઠી શતાવરી (Shatavari)

સંસ્કૃત શતમુળી (shatmuli), ટગર (Tagar)

તમિલ શિમૈશ્દાવારી (Shimaishdavari)

તેલુગુ ચલ્લાગાદ્દા (Challagadda)

આ Herb જે વિસ્તારમાંથી મળી આવે છે તેમાં ખાસ કરીને શ્રીલંકા અને ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા માં મળી આવે છે. તેને વાઈલ્ડ એસપૈરાગસ પણ કહેવામાં આવે છે જે સામાન્ય શકભાજી કરતા જુદી હોય છે અને જે ખાઈ શકાય છે. શતાવરી ના મૂળ ના ઘણા ઔષધીય ગુણ હોય છે. ભારતમાં કે મહારાષ્ટ્રમાં જંગલો માં ખુબ મળી આવે છે.

શતાવરી નું રાસાયણિક બંધારણ

શતાવરી ના મૂળમાં ખાસ કરીને ચાર steriod Saponins મળી આવે છે જેમાં શતાવારીન (shatavarin) I – IV મળી આવે છે. ખાસ કરીને શતાવરીન (shatavarin) I તેનું ખુબ મહત્વનું રસાયણ છે તેના હર્બ ના ફૂલ અને ફળ માં ફ્લેવનોયડ યૌગીક મળી આવે છે જેવા કે રૂટીન (rutin), ક્વેરસેટીન (quercetin) અને કેમ્પફેરોલ (Kaempferol) અને તેના પાંદડા માં Diasgenin અને ક્વેરસેટીન (quercetin) મળી આવે છે. આવી રીતે રસાયણિક સંગઠન ને જોતા આ આખો હર્બલ ઘણા લાભદાયક સક્રિય રસાયણો નો ભંડાર છે જે શરીર માટે ખુબ લાભદાયક છે.

સ્ત્રીઓ માટે શતાવરી નો ઉપયોગ નીચે જણાવેલ સમસ્યાઓમાં કરવામાં આવે છે.

* Infertlity – વાંજીયાપણું

* Threatened miscarriage – ગર્ભપાત નો ભય

* Decreased libido (sex desire) – મહિલાઓમાં સેક્સની ઈચ્છા માં ઉણપ

* Leukorrhea (leucorrhoea) – સફેદ પ્રદર

* Lowbreast millk supply – દૂધ ઓછું આવવું

* Menopause symptoms – રજોનીવર્તી ના લક્ષણ

Haw Shatavari Works – શતાવરી કેવું કામ કરે છે.

* Shatavri As Uterine Tonic – ગર્ભાશય ને શક્તિ આપવામાં

શતાવરી ગર્ભાશય ને પોષણ અર્પણ કરે છે, ગર્ભાશય માં લોહી નું સંચારણ વધારે છે જેનાથી ovulation અને આખા પ્રજનન તંત્ર ને શક્તિ આપે છે. જેથી ફર્ટિલિટી વધે છે અને Leucorrhoea જેવા રોગ પણ દુર થઇ જાય છે.

માસિક ધર્મમાં

શતાવરી Diuretic એટલે કે મૂત્ર ને કાઢે છે જેનાથી માહવારી દરમિયાન સોજો ઓછો થાય છે અને જે વધુ પ્રમાણમાં પાણી શરીરમાં જમા થઇ ગયું છે તે બહાર કાઢી નાખે છે જેનાથી માહવારી માં આરામ મળે છે.

ગર્ભપાત નો ભય

શતાવરી માં ખુબ Uterine Blerine Activity મળી આવે છે જે ગર્ભપાત ના ભય ને ઓછો કરીને સુરક્ષિત ડિલિવરી કરાવવામાં સક્ષમ છે.

મહિલાઓમાં દૂધનું વધવું

ઘણી વખત બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓમાં દૂધ નીકળવાનું ઓછું થઇ જાય છે. તેને કારણે થઇ શકે છે, જેમ કે હાર્મોન નું ઈનબેલેન્સ હોવું, ચિંતા, થાક કે કોઈ નકારાત્મક ઈમોશન જે તાજા જન્મેલા બાળક માટે ખુબ નુકશાનકારક હોય છે શતાવરી દૂધ પિવરાવનારી માં ના સ્તનમાં દૂધનું પ્રમાણ વધારવા માં તે મુખ્ય ભૂમિકા નિભાવે છે. શતાવરી મહિલાઓ ના શરીર માં prolactin હાર્મોન નું પ્રમાણ વધારી દે છે. prolaction હાર્મોન ની ઉણપ હોવા ને લીધે જ દૂધ ઓછું નીકળવાનું કારણ છે.

ડીલીવરી પછી ની તકલીફોમાં.

બાળકના જન્મ પછી મહિલાઓમાં થતી તકલીફો જેવી કે વધુ રક્ત સ્ત્રાવ થવો. ઊંઘ ન આવવી, દુખાવો થવો તનાવ રહેવો, કબજીયાતની તકલીફ હોવી વગેરે તકલીફોને Postpartum (after childbirth) symptoms કહે છે. તે બધામાં શતાવરી ખુબ ઉપયોગી છે.

* Inovulation બરોબર થવાથી રક્ત સ્ત્રાવ અટકી જાય છે.

* બાળકના જન્મ પછી શતાવરી ગર્ભાશય ને સારી રીતે સાફ કરી દે છે.

* શતાવરી માં મળી આવતા શતાવારીન (syatavarin) I એક સારું sedative છે જે સારી ઊંઘ લાવીને તનાવ અને થાકને ઓછો કરી દે છે.

* શતાવરી માં મળી આવતા ફાઈબર પાચનને બરોબર કરીને કબજિયાતને દુર કરે છે.

* શતાવરી એક સારું બ્રેન ટોનિક છે જે અનિન્દ્રા, દર્દ અને સંકુચન ને ઓછો કરે છે.

દવા

શતાવરી ના છોડની ડાળી વાળો ભાગ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ડાળીઓને વાટીને પાવડર બનાવી લો અને 3 થી 6 ગ્રામ પાણી કે દૂધ સાથે આખા દિવસમાં પી જવું.

જો તમારે દૂધનું પ્રમાણ વધારવું છે તો તમે શતાવરી જરૂરિયાત મુજબ 250 ml દુધમાં નાખીને દુધને ઉકાળીને પણ પી શકો છો.

કેપ્શ્યુલ 500 થી 1000 mg દરરોજ

શતાવરી ને ફાયદાકારક ગણવામાં આવે છે પણ તે વાતનું ધ્યાન રાખો વ્યક્તિને હાર્ટ અને કીડની ની કોઈ તકલીફ ન હોવી જોઈએ. ઘણા લોકોને આ હર્બલ નું સેવન કરવાથી વજન વધવાની ફરિયાદ રહેતી હોય છે. જે લોકોને કાયમ એલર્જી ની ફરિયાદ રહેતી હોય તેમણે શતાવરીના સેવનથી એલર્જી થવાની શક્યતા રહે છે.
નોંધ : આ પોસ્ટ તમારી જાણકારી માટે કોઈપણ દવા શરુ કે બંધ કરતા પહેલા યોગ્ય વૈધ કે ડોક્ટર ની સલાહ જરૂર લેવી.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares