શિક્ષક : જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરો તો સાચી જ પડે.
મગન : ખોટું સાહેબ. જો એવું હોત તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત.
⊱✿ ✣ ✿⊰
સિપાહીએ એક સંતાને કહ્યુ -માફ કરજો, મને ખબર નહોતી કે ગાર્ડનમાં અંધારા ખૂણામાં તમે જે સ્ત્રીને ચૂમી રહ્યા હતા, તે તમારી પત્ની છે.
સંતા બોલ્યો – એમા માફી માંગવાની જરૂર નથી, તમે જ્યારે ટોર્ચથી પ્રકાશ નાખ્યો ત્યારે જ મને પણ ખબર પડી.
⊱✿ ✣ ✿⊰
નેતા : ‘તું બેરોજગારીનો અંત આણીશ એમ કહે છે.’
ઉમેદવાર : ‘હા, સર.’
નેતા : એને માટે તે શું યોજના વિચારી છે ?’
ઉમેદવાર : ‘પુરુષોને હું એક ટાપુ પર મોકલીશ. સ્ત્રીઓને બીજા ટાપુ પર મોકલીશ.’
નેતા : ‘ત્યાં તેઓ શું કરશે ?’
ઉમેદવાર : ‘બોટ બનાવશે !’
⊱✿ ✣ ✿⊰
બાપુએ છાપામાં વાંચ્યું : ‘કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…’
આ વાંચીને બાપુ બોલ્યા : ‘ઈ બાઈ બવ જબરી લાગે છે !’
⊱✿ ✣ ✿⊰
એકવાર એક નેતાનું મૃત્યુ થયું. એમના આત્માને યમદૂત લેવા આવ્યા તો એ આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિ. છેવટે કંટાળીને યમદૂત બોલ્યો : ‘હે જીવાત્મા ! તને હું આટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?’
નેતાના તે મહાન આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : ‘હું જીપની રાહ જોઈ રહ્યો છું.’
⊱✿ ✣ ✿⊰
ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : ‘ઘોડો ક્યાં ?’
રણછોડલાલે કીધું : ‘ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !’
⊱✿ ✣ ✿⊰
છગન – તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ?
મગન .- હું શ્રમદાન કરવા ગયો હતો.
છગન – મને સમજાયુ નહી.
મગન – મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
⊱✿ ✣ ✿⊰
પત્ની એ પતિને કહ્યું – સાંભળો છો ? આવી જ રીતે જો તમારા વાળ ખરતાં રહેશે તો હું તમને છુટાછેડા આપી દઈશ
મને ટાલિયા લોકો પસંદ નથી.
પતિ ચોંકીને બોલ્યો – હેં.. હું પણ કેટલો મૂર્ખો છુ, ભગવાન જોડે કશું સારું માંગવાને બદલે હંમેશા કહેતો રહ્યો કે મારા વાળ સહી- સલામત રહે.
⊱✿ ✣ ✿⊰
એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો.
સ્ત્રી – અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.
⊱✿ ✣ ✿⊰
એક દિવસે મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો, ટીટીએ આવીને તેને પૂછ્યુ- તમારે ક્યા જવાનુ છે ?
મગન – રામના જન્મસ્થાન.
ટીટી – ટિકિટ લીધી છે ?
મગન – એની શી જરૂર છે ? હુ તો ભાઈ પુણ્યકામ માટે જઉં છુ.
ટીટી – તો પછી ચાલો મારી સાથે.
મગન – ક્યા ? ટીટી – કૃષ્ણના જન્મસ્થાને.
⊱✿ ✣ ✿⊰
સંતા – શુ તુ ખાધા વગર જીવતો રહી શકે છે ?
બંતા – નહી.
સંતા – પણ હુ રહી શકુ છુ.
બંતા – કેવી રીતે ?
સંતા- નાશ્તો કરી ને.
⊱✿ ✣ ✿⊰
છગન : ‘મારી પ્રેમિકા છેલ્લા બે મહિનાથી દર રવિવારે સો રૂપિયા માંગે છે.’
મગન : ‘એમ ? પણ એ રૂપિયાનું એ શું કરે છે ?’
છગન : ‘એ વાતની તો મને પણ ખબર નથી. કારણકે મેં હજુ સુધી એને ક્યારેય પૈસા આપ્યા જ નથી.
⊱✿ ✣ ✿⊰
મગન : તારી કારનું નામ શું ?
છગન : યાદ નથી યાર, પણ કંઈક T થી શરૂ થાય છે.
મગન : ઓયે…. તારી ગાડી તો કમાલની છે યાર. ટી થી શરૂ થાય છે ! મારી તો પેટ્રોલથી શરૂ થાય છે….!
⊱✿ ✣ ✿⊰
એક મિત્ર – તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધ થયો કે નહી ?
બીજો મિત્ર -હા, ડોક્ટરને બતાવતા જ બંધ થઈ ગયો.
પ્રથમ મિત્ર – અરે વાહ, એવી તે કંઈ દવા આપી હતી ?
બીજો મિત્ર – દવા-બવા કંઈ જ નહી. બસ, ડોક્ટરે જણાવ્યુ કે આ વૃધ્ધાવસ્થાની નિશાની છે. બસ ત્યારપછી તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.
⊱✿ ✣ ✿⊰
દર્દી : આ ઑપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ ?
ડૉકટર: ઑફ કોર્સ, યસ.
દર્દી : હાશ. પહેલાં હું કદી નો’તો વગાડી શકતો.
⊱✿ ✣ ✿⊰
ગૃહિણી : ‘ખાવાનું માગવા તું આખા મહોલ્લામાં શું મારું ઘર જ જોઈ ગયો છે, બીજે ક્યાંય કેમ નથી જતો ?’
ભિક્ષુક : ‘બહેન, ડૉકટરે ખાસ કહ્યું છે એટલે.’
ગૃહિણી : ‘હેં…. આમાં ડૉકટર ક્યાંથી આવ્યો ?’
ભિક્ષુક : ‘બહેન, વાત એમ છે કે, મારે ડૉકટરની દવા ચાલે છે. અને ડૉકટરે મને મસાલા વિનાની સાવ ફિક્કી રસોઈ ખાવાનું જ કહ્યું છે !!’
⊱✿ ✣ ✿⊰
ચિન્ટુ : હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે?
મીન્તું : હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!
⊱✿ ✣ ✿⊰
રાજીવ – પપ્પા, હવે આપણે, બહુ જલદી માલદાર થઈ જઈશુ.
પપ્પા – એ કેવી રીતે ?
રાજીવ – કાલથી અમારા સાહેબ પૈસાને રૂપિયામાં ફેરવતાં શિખવાડશે.
⊱✿ ✣ ✿⊰
એક શરાબી મોડી રાત્રે પોતાના ઘેર આવ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ નશામાં ચૂર હોવાથી તે લથડિયાં ખાતો હતો અને તાળું ખોલી શકતો નહોતો. એવામાં એના એક પડોશી ભાઈ ત્યાં આવ્યા અને બોલ્યા, ‘લાવો, તમને તાળું ખોલવામાં મદદ કરું !’
શરાબી કહે : ‘તાળું તો જાતે જ ખોલીશ, પણ તમે મારું મકાન પકડી રાખો ને ! મકાન ખૂબ ડોલી રહ્યું છે.’
⊱✿ ✣ ✿⊰
મેડમ – તારુ બધુ જ લેશન ખોટુ છે. આનુ કારણ શુ છે ?
ચિંટૂ – કારણ તો પપ્પા જ બતાવી શકે છે, હુ નહી, કારણ કે અક્ષર મારા નથી.
⊱✿ ✣ ✿⊰
એક કંજૂસે ન્યૂઝ પેપરની ઓફિસમાં ફોન કર્યો અને પૂછ્યું: મારા કાકા ગુજરી ગયા છે એ ખબર છાપવાનો શું ચાર્જ થશે?
ન્યૂઝ પેપરવાળો: દરેક શબ્દના ૫૦ રૂપિયા.
કંજૂસ: આ તો ઘણા વધારે છે. સારું લખો, ‘કાકા મરી ગયા’
ન્યૂઝ પેપરવાળો: ઓછામાં ઓછા છ શબ્દ જરૂરી છે.
કંજૂસ: બાપરે! (થોડું વિચારીને) લખો… ‘કાકા મરી ગયા… મારુતી વેચવાની છે.’
⊱✿ ✣ ✿⊰
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’
⊱✿ ✣ ✿⊰
ડૉકટર : ‘તમને રાતે શેનાં સપનાં આવે છે?’
દર્દી : ‘ક્રિકેટનાં.’
ડૉકટર : ‘તમને બીજાં કોઈ સપનાં નથી આવતાં ? જેમ કે ખાવાનાં-પીવાનાં?’
દર્દી : ‘તો મારી બેટિંગ જતી ન રહે !!’
⊱✿ ✣ ✿⊰
સુરેશ – મારા દાંતમાં ખૂબ જ દુ:ખાવો છે, શુ કરુ ?
રમેશ – એકવાર મારા દાંતમાં પણ ખોબ દુ:ખાવો ઉપડ્યો હતો, ત્યારે મેં ઘરે આવતા જ મારી પત્નીને કિસ કર્યુ અને મારી સલાહ છે કે તુ પણ આવુ કર.
સુરેશ – શુ તારી પત્ની આ માટે રાજી થશે ખરી ?
⊱✿ ✣ ✿⊰
એક સાહેબે એક પંડિતને જમવા માટે ઘરે બોલાવ્યો. જ્યારે તેમણે ઘણું ખાઈ લીધુ ત્યારે તેમણે પેટ તરફ ઈશારો કહી જણાવ્યુ – બસ ભરાઈ ગઈ.
ત્યારબાદ મલાઈ પેંડાથી ભરેલી એક પ્લેટ મૂકવામાં આવી તો તેમણે તે પણ ખાઈ લીધી.
આ જોઈને એક છોકરાએ કહ્યુ – પંડિતજી તમારી બસ તો ભરાઈ ગઈ હતી તો આ કેવી રીતે ખાધા ?
પંડિતજી બોલ્યા – યજમાન, બસ તો ભરાઈ ગઈ હતી, પરંતુ કંડક્ટરની સીટ તો ખાલી હતી ને.
⊱✿ ✣ ✿⊰
શેઠ : ‘તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ મરી ગયાં, પછી દીકરી માંદી પડી, એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી… બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?’
કર્મચારી : ‘સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.’
⊱✿ ✣ ✿⊰
નાના પપ્પુએ પહેલી જ વાર સાપ જોયો અને તરતજ મમ્મીને બૂમ પાડીને કહ્યુ – મમ્મી જલ્દીથી અહીં આવ, જો અહીં કૂતરા વગરની પૂંછ્ડી છે.
⊱✿ ✣ ✿⊰
પીટર તેની ઓફિસની સૌથી સુંદર સ્ટેનોને એની પ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો. ‘તું મારો આત્મા છો, મારું જીવન છો, મારો પ્રેમ છો, મને તારી પ્રત્યે એટલો બધો પ્રેમ છે…એટલો પ્રેમ છે….’
સ્ટેનોએ ખૂબ શાંતિથી વાતની વચ્ચે જ પૂછ્યું, ‘એટલે કે તું મારી સાથે લગ્ન કરી લઇશ એમ જ ને?’
પીટરે માથું પકડીને કહ્યું,’તમારી છોકરીઓની આ જ એક ખરાબ આદત છે કે તરત જ ટોપિક બદલી નાખો છો.’
⊱✿ ✣ ✿⊰
નેતા – ઠીક છે, હુ તમને ડ્રાઈવરની નોકરી પર રાખી લઉં છુ, તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ત્રણ હજાર રૂપિયા બોલો મંજૂર છે.
ડ્રાઈવર – જી સર મને મંજૂર છે. સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પણ ગાડી ચલાવવાના કેટલા મળશે એ પણ બતાવી દો.
⊱✿ ✣ ✿⊰
પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો – જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી – જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે.
⊱✿ ✣ ✿⊰
પતિએ પત્નીને પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધો.
ઘરે આવતા જ તે પત્ની સાથે ઝગડવા લાગ્યો.
પત્નીએ કહ્યુ કે જ્યારે હું કોઈ પારકાં પુરૂષ સાથે બજારમાં ફરતી હોઉ તો તમારે તો ખુશ થવુ જોઈએ કે તમારા પૈસાની બચત થઈ રહી છે.
⊱✿ ✣ ✿⊰
ડોક્ટર – (બેહોશ થયેલા દર્દીને) – આ તો મરી ગયો છે.
દર્દી – (એકદમ ઉઠીને) હું તો જીવી રહ્યો છુ.
દર્દીની પત્ની – (પતિને) – જરા તો સમજી-વિચારીને બોલો. આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટુ બોલતા હશે ?
⊱✿ ✣ ✿⊰
નોકર : ‘સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.’
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?’
‘કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.’
‘પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.’ નોકરે જવાબ આપ્યો.
⊱✿ ✣ ✿⊰
મૂરખનો સરદાર : ‘મારા બાળક માટે કંઈક વિટામીનની ગોળીઓ આપો.’
દુકાનવાળો : ‘ક્યા વિટામીન ? A, B, C કે D ?
મૂરખનો સરદાર : ‘કોઈ પણ ચાલશે. હજી એને ABCD નથી આવડતી !’
⊱✿ ✣ ✿⊰
પિતાજી -(પુત્રને) તમે આ કેવી રીતે સિધ્ધ કરશો કે લીલાં શાકભાજી ખાનારા લોકોને આંખોની કોઈ તકલીફ નથી હોતી.
પુત્ર – સહેલું છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
⊱✿ ✣ ✿⊰
એક વાર સંતા બીમાર પડી. તો તેમના ફેમિલી ડોક્ટર તેને તપાસવા આવ્યા. તેને તપાસ્યા પછી તે બોલ્યા – ગભરાવવા જેવુ કશુ નથી. બસ એનુ પેટ ખરાબ છે.
એટલામાં સંતા બોલી – પણ ડોક્ટર સાહેબ હું તો રોજ સાબુથી ઘસી ઘસીને ન્હાવુ છુ, જુઓ મારુ પેટ કેટલુ સાફ છે.
⊱✿ ✣ ✿⊰
શિક્ષક : વિદેશપ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ ?
મગન : સીતા માતા.
⊱✿ ✣ ✿⊰
ડૉકટર : તમારે માટે એક સારા અને એક માઠા સમાચાર છે.
દર્દી : પહેલા સારા સમાચાર આપો.
ડોકટર : તમારો રોગગ્રસ્ત પગ હવે સુધારા ઉપર છે !
દર્દી : અને માઠા સમાચાર ?
ડોકટર : ભૂલથી તમારો સાજો પગ મેં ઓપરેટ કરી નાખ્યો છે.