એક બહેન બહુ જ જબરા અને બધા જોડે વારંવાર ઝઘડા કરે રાખે એમને કોઇની જોડે બને નહિં.એમના પતિદેવ સાવ-સીધા પણ હવે એ પણ કંટાળી ગયા આમના થી
હવે બન્યું એવું કે એમને બંને ને બહાર લગ્નમાં જવાનું થયું. અને પત્નીએ પતિને પુછ્યું, “હું કઇ સાડી પહેરું???” ત્યારે આ પતિદેવ એ જોરદાર સિક્સ મારતા જવાબ આપ્યો…
“લાલ સાડીમાં તુ ફાયર-બ્રિગેડ જેવી લાગે છે.ફાયર-બ્રિગેડના લોકો તો આગ બુઝાવે છે,જ્યારે તુ તો આગ જલાવે છે…”
“સફેદ સાડીમાં તુ નર્સ જેવી લાગે છે.નર્સ તો દર્દ ભગાડે છે,જ્યારે તુ તો દર્દ જગાડે છે…”
“લીલી સાડીમાં તુ દ્રાક્ષનાં ઝુમખાં જેવી લાગે છે,દ્રાક્ષ તો ઝુમખાંમાં રહે છે જ્યારે તુ તો એકલી રહે છે…”