Home » gujarati » Latest Heart Touching Gujarati Two Line Four Line Shayari for SMS

Latest Heart Touching Gujarati Two Line Four Line Shayari for SMS

latest-gujarati-heart-touching-shayari-sms-image

સ્નેહ નો સાગર આંખો થી છ્લકાય છે..
હેયુ હેત ના હરખ થી હરખાય છે..
જાણે શુ વાત છે તમારા મા એવી કે..
દીલ મા દર્દ છે તોય હોઠ તમારી સામે મલકાય છે.

⊱✿ ✣ ✿⊰

એ સમજે ના સમજે મારી લાગણીઓને
મારે તો માનવી પડશે તેની દરેક વાતને
અમે તો ચાલ્યા જઈશુ આ દુનિયામાંથી
ત્યારે રડતા રહેશે મારી તસ્વીર જોઈને

⊱✿ ✣ ✿⊰

ક્યારેક જેને આપીએ આખી જીંદગી
તેના માટે હૃદયે એકલું રડવું પડે છે !
કેમે કેહવાય નહિ આ દર્દ કોઈને તો
ગઝલમાં એને તો સાચવવું પડે છે…..

⊱✿ ✣ ✿⊰

પ્રેમ ના બંધન કઈક અલગ હોય છે,
જેટલા નાજુક એટલાજ ખાસ હોય છે,
ઉપાડી લે છે જે કાંટો ને હાથમાં જ,
ફૂલ પણ એમના જ નસીબમાં હોય છે..

⊱✿ ✣ ✿⊰

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો
જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદતજ નથી તેને
વધુ જીવવા ની દુવા ના આપશો….

⊱✿ ✣ ✿⊰

હું તારી સામે જોઉં અને આંખો માં
ભીનાશ આવી જાય તો કદાચ પ્રેમ હોઈ શકે.
હું શ્વાસ લઉં અને હૃદય તારું ધબકે
તો કદાચ પ્રેમ હોઈ શકે..
હું હસુ અને ખુશી ની ઝલક તારા ચહેરા પર
અનુભવાય તો કદાચ પ્રેમ હોઈ શકે..
હું અંતર થી રડું અને આંસુ તારી આંખ માં
આવે તો તે સાચો પ્રેમ હોઈ શકે…

⊱✿ ✣ ✿⊰

ક્યારેક સાંજ ઢળે તને મળવાનું મન થાય છે ,
તું બહુ દૂર છે મુજ થી એટલે જ યાદ કરવાનું મન થાય છે ,
એકાંત સાંજની મૌન પળોને તારી યાદોથી ભરી દેવાનું મન થાય છે ,
તારી સાથે ગાળેલી તમામ ક્ષણોને ફરી જીવવાનું મન થાય છે …

⊱✿ ✣ ✿⊰

તેરી દુનિયામે મુજ જેસે હજાર હોંગે….
પર મેરી દુનિયામે તુજ જેસા કોઇ નઇ….!

⊱✿ ✣ ✿⊰

પ્રેમ એ જે તમારી લાગણી ને સમજે,
પ્રેમ એ જે તમારા એહસાસ ને સમજે..
મળી તો જાય છે બધા પોતાના કેહવા વાળા,
પણ પોતાનું એ છે જે કહ્યા વિના તમારી વાત સમજી જાય.

⊱✿ ✣ ✿⊰

સૂરજ ને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે;
ચાંદ ને પણ અંધારાથી જુજતો જોયો છે;
આંસુ તો વહી ગયા હૃદયને સ્પર્શીને;
આજે તો શ્વાસ પણ કોઈની રાહમા અટકતો જોયો છે.

⊱✿ ✣ ✿⊰

સાદગીની છે મારા પર કંઈક એવી અસર,
કે સજવું કેમ? એની નથી મને કોઈ ખબર.
પણ સોળે શ્રુંગારથી સજી જાઉં છું હું,
જયારે મારા પર પડે છે એમની નજર.
સૌન્દર્ય પ્રસાધનો પણ વ્યર્થ છે મારા માટે,
કેમ કે એ કરે છે મારા મનની સુંદરતાની કદર..

⊱✿ ✣ ✿⊰

રસ્તા ઘણા છે ને મંઝીલ એક છે
ભગવાન એક છે ને હજાર સવાલ છે
હઝાર ફૂલ છે ને એક માળી છે
સાલું કેટલું ગજબ છે કે…..
તકદીર હાથ માં છે ને હાથ ખાલી છે

⊱✿ ✣ ✿⊰

જીવન મા તારા વગર કાઇ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કાઇ નથી,
હું વિચાર મા ખોવાયો છુ તારા,
કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી

⊱✿ ✣ ✿⊰

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું…
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?

⊱✿ ✣ ✿⊰

સારી દુનિયા રૂઠી જાયે તો કઈ તકલીફ નથી થતી…
બસ એક તારી ખામોશી તકલીફ આપે છે મને..!

⊱✿ ✣ ✿⊰

વાંક મારો હતો કે તારો, એ વાત ને હવે ભુલતા થઇએ…!
અરસ પરસ થોડુ સહન કરી લઈ ને, ચાલો સબંધો સાચવતા થઇએ…!

⊱✿ ✣ ✿⊰

એના ચહેરા પર આનંદ ઉછળે છે,
ને મારી આંખોને ટાઢક વળે છે!

⊱✿ ✣ ✿⊰

સતત તારા માં જ ,
એને “વ્યસ્ત” રાખી છે.
મેં કંઇક એવી રીતે ..
મારી જાત ને “મસ્ત” રાખી છે

⊱✿ ✣ ✿⊰

“પ્રેમ તો કરું છુ તને ગાંડી,
પણ ઈઝહાર નથી કારતો,
જે ઈઝહાર કરતા હોય છે
ત્યાં હજી ખરો પ્રેમ નથી હોતો”

⊱✿ ✣ ✿⊰

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી…
અને….
બધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી….

more latest nice Shayari >>>>>


Gujarati Gazal and Poem>>>>>

⊱✿ ✣ ✿⊰

Similar Search key-words

✿ Most famous Gujarati shayari

✿ Gujarati Poems

✿ 2015 latest gujarati shayari

✿ Two line gujarati best shayari

✿ Heart touching gujarati poem

✿ Shayari in Gujarati With gujarati text

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares