એક ફેરીયા પાસે ઘણા બધા કેળા હતા. તે બધા લઈને વેચવા બજારે નીકળેલ. એક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા કેળા છે?”
તેમણે કહ્યું “મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ એ ખબર છે કે…
કેળાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ કેળું વધે છે.
કેળાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ કેળું વધતુ નથી.
તો તમે કહો કે તેની પાસે કુલ કેટલા કેળા હશે?
Answer : 25201