ચાલો Avnavu મિત્રો આજે આપને આપણા બાળપણ માં વિચરી જઈ અને સરસ મજાની ગુજરાતી ઉખાણા ( Gujarati Ukhana ) ની રમત રમીએ.
અહી સરસ મજાના પાંચ Gujarati Ukhana સાથે જવાબ પણ આપી દીધો છે. એટલે હવે ચીટીંગ કરવું કે પોતાની રીતે જવાબ જોયા વગર જવાબ શોધી કાઢવાનો પ્રત્યન કરવો એ તમારી પર છોડી દેવા માં આવે છે
ચાલો તો શરુ કરીએ। .. પણ હા તમારો જવાબ નીચે કમેન્ત માં જરૂર આપજો
૧ વગર દોરડે વાતો કરે,
સૌના પાડે ફોટા,
ગીત સંભળાવે,
પ્રસંગ બતાવે,
વાપરે નાના મોટા.
૨ કાળો છે પણ કાગ નહીં,
દરમાં પેસે પણ ઉંદર નહીં,
વૃક્ષ ઉપર ચડે, વાનર નહીં,
ચાર પગ પણ ઢોર નહીં.
૩ વડ જેવાં પાન ને,
શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને,
આંબા જેવી કેરી.
૪ ત્રણ અક્ષર નું મારું નામ,
લખવા માટે આવું કામ,
છેલ્લો અક્ષર કાપો તો કાગડો બનું,
નાના-મોટા સૌને હું ગમું.
પ આંખો ઉપર વસતાં ને,
સૌને રાખે હસતાં,
દૂર-નજીકનું જોઇ લઇને,
કદી ન પાછા ખસતાં.
૬ તમે આવતા’તા અમ જતા’ તા ,
અમને દેખી ને તમે રોઈ શું પડ્યા ?
જવાબો: ૧. મોબાઇલ ૨. મંકોડો ૩. આંકડો ૪. કાગળ પ. ચશ્માં ૬. બિલાડી
Famous Two Line Shayari in Hindi >>>>
Other reach here with search
– Bal Gammat Gujarati Ukhana
– Gujarati puzzle with Answer
– Gujarati Ukhana disctonary
– Gujarati Ukhane collection
– Gyan vardhak Gujarati Ukhana
– Brain Exercise Gujarati Puzzle