Home » Health » ચમત્કારીક ઘરેલું આયુર્વેદિક રીત માવા, ગુટકા, કે કોઈપણ પ્રકાર નાં મોઢા નાં રોગો માટે જાણી લો

ચમત્કારીક ઘરેલું આયુર્વેદિક રીત માવા, ગુટકા, કે કોઈપણ પ્રકાર નાં મોઢા નાં રોગો માટે જાણી લો

મોં ના ખુલતું હોય તો અચૂક વાંચો અને શેર કરો બીજાને માટે પણ …

વિદેશ માં આ પધ્ધતિ ને ઓયલ પુલિંગ કહે છે જે રોગોમાંથી મુક્તિ મેળવવાની અનોખી રીત છે . સામાન્ય ખર્ચમાં હમેશા સ્વસ્થ અને શક્તિશાળી રહેવાની રીત છે ઓયલ પુલિંગ. મોઢાની અંદર તેલ ભરીને થોડો સમય સુધી રાખવા કે ચૂસવા માત્રથી ઘણા બધા રોગોથી છુટકારો મળી શકે છે. આ ખુબ જૂની આયુર્વેદની સારવાર છે જે આજે માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ જાણે છે. આજે પશ્ચિમી દુનિયા માં તેને ઓયલ પુલિંગ થેરેપીના નામથી ઓળખવામાં આવે છે. આવો જાણીએ તેના વિષે. આખો લેખ વાંચી લો નાં સમજ પડે તો વિડીયો પણ છે સૌથી નીચે

શું છે ઓયલ પુલિંગ (તેલ ચુસણ વિધિ – ગંડુષકર્મ)

ઓયલ પુલિંગ શરીરમાંથી ઝેરને કાઢીને ડી ટોકસીકાઈ કરવામાં સરળ અને સસ્તી રીત છે. નાનામાં નાના, મોટામાં મોટા અને નવા અને જુના રોગોથી છુટકારો અપાવવામાં મહત્વની છે આ પ્રક્રિયા. પ્રાચીન ભારતની અનોખી ભેટ છે આ રીત, જેને આજે ખુબ ઓછા લોકો જાણે છે. આ પદ્ધતિ આજે પશ્ચિમી દુનિયામાં ખુબ લોકપ્રિય છે, પણ દુર્ભાગ્યવશ છે કે ભારતના લોકો જ તે નથી જાણતા.

આજે અમે તમને તેનાથી પરિચિત કરાવીએ છીએ. જેનાથી શરીર વિષમુક્ત તો થશે જ સાથે સાથે નવી શક્તિ અને રોગમુક્ત બનીને એકદમ નવા જેવો અનુભવ કરસો . ગુજ્જુ ફેન ક્લબ ખાસકરી ને અમારા રત્નકલાકાર ભાઈઓ માટે આ ઘરેલું મફત ની સારવાર રીત લઇ ને આવ્યું છે જેમણે માવા ખાઈ ખાઈ ને શેઠ ને ખુબ કમાઈ આપ્યું છે તે લોકો નું મોં ખુલતું નથી કે ઓછું ખુલતું થતું જાય છે. તેમના માટે આ એકદમ સરળ અને ખુબજ કારગર ઈલાજ છે પણ તેમણે માવા, ગુટકા ખાવા ના બેન્ડ કરી દેવા જોઈએ તો અસરકારક થશે આ ક્રિયા તે લોકો દિવસ માં બે વાર તો જરૂર કરજો

ઓયલ પુલિંગને આયુર્વેદમાં ગંડુષકર્મના નામથી ઓળખવામાં આવે છે. આ ટેકનીક ઉપર હાલના જ દિવસોમાં થોડા સંશોધકોએ શોધ પણ કરેલ છે અને તેના પરિણામ એટલા સારા આવેલ છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. અમુક રોગોમાં તો ફાયદો માત્ર બે દિવસમાં જ સામે આવી જાય છે, જયારે અમુકમાં એક વર્ષનો સમય લાગી જાય છે. સામાન્ય રીતે ફાયદા માટે ઓયલ પુલિંગ થેરાપી નો અસર જોવા માટે સતત ૪૦ થી ૫૦ દિવસ સુધી ઉપયોગમાં લેવાની જરૂરિયાત રહે છે.

આજે તમને તે વિષય ઉપર જાણકારી આપી રહ્યા છીએ. આવો જાણીએ ઓયલ પુલિંગ કરવાની રીત અને તેનાથી થનારા ફાયદા.

જો આ રીત થી તમને ફાયદો થાય તો ગુજ્જુ ફેન ક્લબ ને આશીર્વાદ આપસો અને માવા ગુટકા નાં વ્યશન મૂકી દેજો વ્યશન મુકવા ની ઘરેલું રીત પણ સૌથી નીચે આપેલી છે.

ઓયલ પુલિંગ ની રીત

સવારે ઉઠીને મોઢું ધોયા પછી પણ નાસ્તા પહેલા એક મોટી ચમચી ૧૦ મી.લી. સુરજમુખીનું તેલ, કે તલનું તેલ, કે મગફળીનું તેલ કે કોપરેલ લઈલો,(કોઈપણ એક) તે મોઢામાં ભરી લીધા પછી મોઢું બંધ રાખીને તેને મોઢામાં ફેરવો અને દાંતોથી ખેંચો અને આવું ૧૫-૨૦ મિનીટ કરો. બીજા શબ્દોમાં, તેલને ચાવવાની પ્રક્રિયા કરો. ચાવતી વખતે થોડી હલાવો (ઘોડાનું દાણા ખાવા સમાન) તેનાથી સારી લાળ બને છે અને મોઢાની શ્વલેષમિક ઝીલ્લી દ્વારા રક્તદોષ અને ઝેર ખેંચી લેવામાં આવે છે. ત્યાર પછી આ દુષિત તેલને થૂંકી દો.(થૂંકવા નું છે ભૂલથી પણ ગળી ના જતા કારણ આ શરીર ના ઝેર ને ખેંચી લે છે તેને પાછું અંદર ના નાખતા )

સાવચેતી

કોઈપણ હાલતમાં આ ઝેરીલા તેલને ગળવાનું નથી. ત્યાર પછી મોઢાને સારી રીતે ધોઈ લો અને દાંતને દંતમંજન કરી લો. કેમ કે ઓયલ પુલિંગ પછી શરીરના ઝેરીલા તત્વ તેલ સાથે મોઢામાં આવી જાય છે. આ સારવાર રોગીએ પોતાના રોગ મુજબ દિવસમાં બે કે ત્રણ વખત કરવી જોઈએ. ધ્યાન રાખશો આ કરતા પહેલા પેટ ખાલી જ હોય, એટલે કે ભોજન પહેલા જ કરવાની છે.

લાભ

તાજા રોગ અને શરૂઆતની સારવાર સમયે ચેપ ૨ થી ૪ દિવસમાં ઝડપથી ઠીક થઇ જાય છે પણ જૂની બીમારીઓ ઠીક થવામાં વધુ સમય લાગી જાય છે. એટલે કે સારવાર પ્રક્રિયા છોડવી ન જોઈએ.

પ્રયોગની શરૂઆતમાં ખાસ કરીને એક થી વધુ રોગો વાળા રોગીની તકલીફ વધી શકે છે. જેમ કે શરીરનું તાપમાન વધી જવું વગેરે. આવી સ્થિતિમાં ગભરાઈને સારવાર ન છોડવી, કેમ કે વગર કોઈ અડચણ થી પોતાની જાતે જ બધું ઠીક થઇ જાય છે આવા લક્ષણ આ વાતનો પુરાવો છે કે રોગ દુર થઇ રહ્યો છે અને ચય અપચય વધવાથી રોગીનું આરોગ્ય સુધરી રહ્યું છે.

ઓયલ પુલિંગથી તમારૂ કાયમી સ્વસ્થ રહેવાની તો શક્તિ મળે જ છે તે ઉપરાંત જે રોગોને ઠીક થવાનો દાવો વિજ્ઞાન પણ કરે છે તેમાં ખાસ છે દાંતોની બીમારીઓ, પેઢામાંથી લોહી વહેવું, દાંતનો દુખાવો, દાંતોનું પીળાપણું, જુના લોહીના રોગો, ખીલ, કરચલીઓ, માથાનો દુખાવો, શ્વાસનળી નો સોજો (બ્રોંકાઈટીસ), થ્રોમ્બોસીસ, હ્રદય રોગ, કીડની અને મૂત્ર સબંધી બીમારીઓ, પેટ, ફેફસા અને જીગરના રોગ, અસ્થીરોગ, ચામડીના રોગ, સ્નાયુ રોગ, પક્ષઘાત, અનિન્દ્રા વગેરે. આ પ્રક્રિયા કેન્સરમાં પણ ખુબ ફાયદાકારક છે.

ઓયલ પુલિંગ થી ઝેરીલા ટ્યુમર ને વધતો અટકાવે છે અને ધીમે ધીમે રોગ દુર થઇ જાય છે તેના પરિણામથી આંખોની નીચે કાળા ઘેરા મટી જાય છે અને રોગના આક્રમણ પહેલા વાળી તાજગી, સ્ફૂર્તિ, શક્તિ, યાદશક્તિ, સારી ભૂખ, સારી ઊંઘ સ્વભાવિક રીતે જ આવે છે.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Shares