Home » Health » મોસંબીમાં છુપાયેલ છે આરોગ્યના રહસ્ય, દુર રાખે છે અપચો અને આ બધી બીમારીઓમાં છે કારગર

મોસંબીમાં છુપાયેલ છે આરોગ્યના રહસ્ય, દુર રાખે છે અપચો અને આ બધી બીમારીઓમાં છે કારગર

લીંબુ જાતિનું ફળ મોસંબી પોતાની પોષ્ટિકતા માટે આખા ભારતમાં જાણીતી છે. શક્તિવર્ધક અને આરોગ્યવર્ધક હોવાને કારણે આ ફળ દર્દીઓ માટે એક ગુણકારી ફળ છે. તેનાથી ન માત્ર શારીરિક નબળાઈ દુર થાય છે પણ કબજીયાતથી પણ રાહત મળે છે. વિટામીન એ અને સી નો સ્ત્રોત મોસંબી બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે કેમ કે તેના સેવન થી શારીરિક નબળાઈ દુર થાય છે.

મોસંબી ખાવાના ફાયદા

૧. વિટામીન સી નો સ્ત્રોત મોસંબીથી દાંત અને પેઢાને સુરક્ષા મળે છે.

૨. મોસંબી નું જ્યુસ પીવાથી હ્રદય રોગીઓ માટે હાર્ટ એટેક ની શક્યતા ઓછી થઇ જાય છે કેમ કે તેનો રસ રક્તવાહિનીમાં કોલેસ્ટ્રોલના અવરોધને દુર કરે છે.

૩. ગર્ભાવસ્થા માં વમન કે ઉલટીને કારણે સ્ત્રીઓ વધુ પોષ્ટિક આહાર નથી લઇ શકતી. આવી સ્થિતિમાં તેને રોજ મોસંબીનું જ્યુસ પીવું જોઈએ. મોસંબીના જ્યુસમાં અનાર કે સંતરાનો રસ ભેળવીને પીવાથી ઉલટીની તકલીફ દુર થાય છે.

૪. શરીરમાં જયારે પાણીની ઉણપ હોય તો તમે વધુમાં વધુ મોસંબીનું સેવન કરો.

૫. કોઈ પણ રોગથી વધુ સમય સુધી પીડિત રહેવા થી કે શારીરિક નબળાઈ વધુ હોવા ઉપર મોસંબીનો રસ પીવરાવવાથી નબળાઈ દુર થાય છે. મોસંબીના રસ આંતરડામાં એકઠા થયેલ ઝેરિલા અંશને પણ કાઢે છે.

૬. મોસંબીના રસનું સેવન કરવાથી શારીરિક નબળાઈને કારણે ઉત્પન થયેલ થાક દુર થાય છે.

૭. ટાઈફોઈડ માં જ્યારે દર્દી ને કોઈ આહાર નથી આપવામાં આવતો, તે સમયે મોસંબીનો રસ દેવો ગુણકારી છે. તેનાથી શારીરિક ક્ષીણતા દુર થાય છે.

૮. મોસંબી એક એન્ટી સેપ્ટિક અને એન્ટીબેકેરીયલ ફળ છે. તે ખાવાથી રોગ નિરોધક ક્ષમતા વિકસે છે.

૯. રક્તવિકાર ને કારણે વધુ ફોડકા ફૂસીઓ નીકળવા, ખરજવું, ખંજવાળ જેવી તકલીફ ઉપર રોજ સવારે સાંજે મોસંબીનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે અને બધી વિકૃતિઓ દુર થાય છે.

૧૦. રોજ બસો ગ્રામ મોસંબીનો રસ પીવાથી કબજીયાત દુર થાય છે અને ખીલ પણ જલ્દી દુર થાય છે.

૧૧. મોસંબીનું જ્યુસ પીવાથી ન માત્ર ડેન્ડ્રફ દુર થાય છે પણ તેનાથી હોઠ ઉપરની કાળાશ ને દુર કરી શકાય છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

૧૨. યુવાન અવસ્થામાં ખીલ વધવાથી છોકરા છોકરીઓ ખુબ જ પરેશાન રહે છે. તેવામાં રોજ મોસંબી નો રસ પીવાથી ખીલ દુર થાય છે.

13 જુકામથી વધુ પીડિત રહેનાર સ્ત્રી પુરુષ મોસંબીનો રસને હળવો ગરમ કરીને અને આદુ ભેળવીને પીવે તો ઘણો ફાયદો થાય છે. મોસંબીના રસથી સર્દી જુકામના જીવાણુંઓને નાશ કરીને રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે.

૧૪. એનીમિયા ના રોગમાં મોસંબીનો રસ રોજ બે વખત પીવાથી લોહીમાં વધારો થાય છે.

૧૫. કબજીયાતને કારણે માથામાં દુખાવો અને જીવ ગભરાવો જેવી સ્થિતિ માં તમે રોજ બસો ગ્રામ મોસંબીનું જ્યુસ પીવો. ઘણો ફાયદો થશે.

16. મોસંબીના સો ગ્રામ જ્યુસમાં પચાસ ગ્રામ હળવું ગરમ પાણી, થોડુ શેક્લું જીરું અને સુંઠ ને ભેળવીને પીવાથી દમ રોગમાં ઘણો ફાયદો થાય છે.

1૭. મોસંબીનું જ્યુસ પીવું આરોગ્ય માટે ઉત્તમ હોય છે. તે રોજ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને નબળાઈ દુર થવા સાથે શરીરમાં ઉર્જા ઉત્પન થાય છે.

૧૮. વિટામીન સી થી ભરપુર હોવાને કારણે તે તમારી ત્વચા, વાળ, આંખો અને નખ માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. નિયમિત ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Shares