મોટાપો ઘણી બધી બીમારીઓ નું મૂળ છે. જો તમે આ મૂળને દુર કરવાનો પ્રયાસ ઘણા દિવસોથી કરી રહ્યા છો અને વજન ઓછું કરવા માટે બધા ઉપાય અપનાવીને થાકી ગયા છો તો આજે જ આ આપામાર્ગ ઔષધી અજમાવો. આ ઔષધી વજન ઓછું કરવા માટે રામબાણ ઉપાય છે.
શું છે અપામાર્ગ ઔષધી
અપામાર્ગ એક ઔષધીય વનસ્પતિ છે. તેનું વેજ્ઞાનિક નામ ‘અચિરાંધીસ અસ્પેરા’ (Achyranthes Aspera) છે તેને શરદી નો છોડ પણ કહે છે કેમ કે આ છોડ શિયાળો કે સમ તાપમાન વાળી જગ્યામાં ખુલ્લી જગ્યા ઉપર મળી આવે છે. મોટાભાગના લોકો તેના ગુણોથી અજાણ હોય છે.
પોષક તત્વોથી ભરપુર છોડ
આ છોડમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, સોડા,આયર્ન, ગંધક અને સોલ્ટ હોય છે. અપામાર્ગ નો સ્વાદ તીખો અને કડવો હોય છે અને તેની તાસીર ગરમ હોય છે.
તેના ફાયદા
* તે પાચન શક્તિ વધારે છે.
* તે ઘણા રોગો માટે ખુબ ફાયદાકારક છે.
* પથરી, તાવ, ગર્ભાવસ્થા દરમિયાન થતા દુખાવા, ઝેરની અસર ઓછી કરનાર, રક્ત શોધક ઔષધી છે.
શ્વાસ રોગ જેવા કે દમ થાય ત્યારે આ છોડનું સેવન કરવું જોઈએ.
* અપામાર્ગ સરળતાથી તમામ જગ્યાએથી મળી રહે છે.
વજન ઓછું કરે
* વજન ઓછું કરવા માટે સૌથી પહેલા તેના બીજની ખીર બનાવી લો.
* પછી આ ખીરને નાસ્તામાં ખાવ.
* તેનાથી મોડે સુધી ભૂખ નથી લગતી અને તે મેટાબોલીજ્મ ને ઝડપી કરીને ખાવાનું ઝડપથી અને સરળતાથી પચાવે છે.
* જો તમે ખાવાનું નથી ખાધું અને તેની ખીર ખાવ તો પણ તમારા શરીરમાં નબળાઈ નો અનુભવ નહી થાય. કેમ કે તે શરીરના તમામ પોષક તત્વોની જરૂરિયાતો પૂરી પાડી દે છે.
* તેથી મોટાભાગના લોકો વજન ઓછું કરવા માટે આ દવાનો ઉપયોગ કરે છે.
* આ ખીરને એક અઠવાડિય સુધી સતત ખાવ. તેનાથી એક અઠવાડિયામાં જ વજન ઓછું થઇ જશે.
બીજા ફાયદા
* અપામાર્ગ ચૂર્ણ, કાળા મરી કે મધ સાથે ભેળવીને ચાટવાથી શ્વાસની બીમારીઓમાં ફાયદો થાય છે.
* અપામાર્ગ, ગુલર પત્ર, કાળા મરીને વાટીને ચોખાના ઓસામણ સાથે ખાવાથી સ્વેત પ્રદર ધીમે ધીમે દુર થઇ જાય છે.
* વડની ડાળી, ખજુર પત્ર અને અપામાર્ગ નો કવાથ થી કોગળા કરવાથી તમામ પ્રકારની દાંતની તકલીફો દુર થઇ જાય છે.
* અપામાંર્ગને વાટીને સ્તન ઉપર લેપ કરવાથી દૂધ વધુ ઉતરે છે