રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી ….
સાહેબ, આ તો જિંદગી છે….
કેમ કપાય ?
જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે.
અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે..!!
ભાગ્ય તમારા હાથમાં નથી હોતું
પણ
નિર્ણય તમારા હાથમાં હોય છે
ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતો
પણ
તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે.
કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણ,
લોહી તો સીધું જ પીતા હોય છે
ઘરનાં દરવાજા પર ઘોડાની ” નાળ ” લગાવાથી સફળતા નથી મળતી સાહેબ …….
સફળતા મેળવવા તો આપણાં પગ નીચે ઘોડાની ” નાળ ” લગાવી પડે અને
રાત દિવસ લક્ષ પાછળ દોડવું પડે ત્યારે સફળતા મળે.
અંધ વિશ્વાસ ભગાવો….
આત્મ વિશ્વાસ જગાવો….
સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,
એક સાથે ખૂલે છે,
એક સાથે બંધ થાય છે,
એક સાથે રોવે છે,
અને એક સાથે જ સુવે છે,
એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર
અહંકાર ની “પાઘડી” જયારે માથા પરથી
ઉતરી જાય તો,
મોટામાં મોટી સમસ્યા “પા-ઘડીમાં” ઉકલી જાય છે.
એ દોસ્ત,
ભાર એવો આપજે કે, હું ઝુકી ના શકું…
અને
સાથ એવો આપજે કે, હું મૂકી ના શકું ..!!
જયાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા..
જેમણે આપણને દુ:ખી કર્યા હોય,
ત્યાં સુધી તેઓ આપણા મનમાં
ભાડુ ભર્યા વગર મફતની જગા રોકે છે..!!