Home » Shayari » morning gujarati gazal

morning gujarati gazal

કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.
કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

ભરી મહેફિલમાં જો એકલું-એકલું લાગેને…
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે….

સામા મળે ને યાદ આવે એને “ઓળખાણ” કહેવાય,
પણ
કોઈ ને યાદ કરો ને નજર સામે એમનો ચહેરો આવે એને “સંબંધ” કહેવાય.

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares