Home » Shayari » Romentic lines in Gujarati…

Romentic lines in Gujarati…

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

⊱✧ ✶ ✧⊰

Couple-in-Love-On-Car-HD-Wallpaper

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

⊱✧ ✶ ✧⊰

ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી નામકી ચીજ હિ નહી હૈ
મે દિલ ભી ઉસે દે બેઠા જીસે પ્‍યાર પાને કે ઉમ્‍મીદ હી નહિ હૈ.

⊱✧ ✶ ✧⊰

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો

⊱✧ ✶ ✧⊰

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

⊱✧ ✶ ✧⊰

સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

⊱✧ ✶ ✧⊰

તારી આંખના ઇશારા પર,
મને મરતાં ન આવડયું.
પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
મને તરતાં ન આવડયું.

છતાં પણ મને ગમ નથી,
માત્ર દુ:ખ એ વાતનું છે કે.
તારી આંખમાં આંસું બનીને,
મને ખરતાં પણ ન આવડયું.

⊱✧ ✶ ✧⊰

ચેહરા પર અસ્ખલિત સ્મિત ના રાખ,
કૈક ઘાયલ થાય છે રસ્તામાં….

ઉડાઉડ કરતા આ વાળને થોડા બાંધીને રાખ,
કૈક ગુંચવાય છે આ ઘન-ઘોરમાં….

તારા મૃગનાયનો ને ઝુકેલા ના રાખ,
કૈક મુંજાય છે આ ગામમાં….

ગાલ પર પડતા આ ખંજન છૂપાવીને રાખ,
કૈક લથડાય છે આ જાળમાં….

પાતળી આ કમર પર આમ ઘડો રાખમાં,
કૈક જીવ જાય છે આ ચાલમાં….
કૈક ઘાયલ થાય છે આ ચાલમાં …..

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*