Home » Life Style » સીતાફળ ના ફાયદા

સીતાફળ ના ફાયદા

સીતાફળ જ્યાં પણ જોવા મળે તો જરૂર ખાઈ લેજો કારણ અમે તમને જણાવી દઈએ…

સીતાફળ ( Sitafal ) Sugar-apple or Sweetsop or Custard apple Benefits

સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે અને શરીફા નામથી પણ ઓળખવામાં આવે છે. સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે. તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે. તેના બીજ કાળા રંગના હોય છે.

બજારમાં આજકાલ સીતાફળ ની બાસુંદી શેક અને આઈસ્ક્રીમ પણ મળે છે. તે આપણા આરોગ્ય માટે ખુબ સારો છે. તેમાં વિટામીન હોય છે તે ઉપરાંત તેમાં નીયાસીન વિટામીન ‘એ’ રાઈબો ફ્લેવીન થીયામીન તે તત્વ હોય છે તેના ઉપયોગથી આપણને આયરન કેલ્શિયમ મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ મળે છે. ખાસ વાત તો એ છે કે સીતાફળમાં આયરન વધુ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય માટે ખુબ સારું હોય છે મેગ્નેશિયમ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતું તેના ફાઈબરની વધુ માત્રાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછા હોય છે. તેથી વિટામીન અને આયરન લોહીની ઉણપને ઓછી કરીને હિમોગ્લોબીન વધારે છે.

સીતાફળના ફાયદા નંબર એક :

જો તમને કબજીયાતની તકલીફ છે તો સીતાફળથી દુર થઇ શકે છે. સીતાફળમાં જરૂરી પ્રમાણમાં કોપર તથા ફાઈબર હોવાથી જે મળને નરમ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકે છે. તેના ઉપયોગથી પાચનતંત્ર પણ મજબુત થાય છે.

સીતાફળના ફાયદા નંબર બે :

ગર્ભવતી મહિલા માટે સીતાફળ ખાવું લાભદાયક હોય છે તેનાથી નબળાઈ દુર થાય છે, ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે. સવારના થાકમાં રાહત મળે છે, શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ દુધમાં વધારો થાય છે.

સીતાફળના ફાયદા નંબર ત્રણ :

જો તમે નબળા હો કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખુબ ઉપયોગ કરવો જોઈએ. તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે. જે કોઈપણ જાતના નુકશાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે. તેના નિયમિત સેવનથી ચોંટી ગયેલા ગાલ અને કુલા તંદુરસ્ત થઈને યોગ્ય આકારમાં આવી જાય છે અને વ્યક્તિત્વમાં નીખાર આવે છે.

સીતાફળના લાભ નંબર ચાર :

સીતાફળ ના ઝાડની છાલમાં મળી આવતા ટેનિન ના લીધે દાંત અને પેઢા ને લાભ મળે છે. સીતાફળ દાંત અને પેઢા માટે ફાયદાકારક હોય છે. તેમાં મળી આવતા કેલ્શિયમ દાંતને મજબુત બનાવે છે. તેની છાલને ઝીણી વાટીને મંજન કરીને પેઢા અને દાંત ના દુખાવામાં લાભ થાય છે. તે મોઢાની દુર્ગંધ પણ મટાડે છે.

સીતાફળના લાભ નંબર પાંચ :

સીતાફળના મળી આવતા વિટામીન ‘એ’ વિઅમીન ‘સી’ તથા રાઈબોફ્લેવીન ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે. તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે. જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખુબ જ સારું લાભદાયક રહે છે.

સીતાફળના ફાયદા નંબર છ :

તે માનસિક શાંતિ આપે છે તથા ડીપ્રેશન તનાવ વગેરે ને દુર કરે છે. કાચા સીતાફળ ની ક્રીમ ખાવાથી દસ્ત અને પેચીશ માં આરામ મળે છે. કાચા ક્રીમને સુકવીને પણ રાખી શકાય છે. જરૂર પડે ત્યારે પલાળીને ખાવાથી દસ્ત મટાડવામાં ઉપયોગી થાય છે.

સીતાફળ ખાવાથી સ્વાસ્થ્યના લાભો વિષે જાણકારી વાળો આ લેખ સારો અને લાભદાયક લાગ્યો હોય તો મહેરબાની કરીને લાઇક અને શેયર જરૂર કરશો. તમારા એક શેયરથી જરૂરિયાત વાળા સુધી સાચી જાણકારી પહોચે અને અમને પણ તમારા માટે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે. આ લેખ સબંધી તમારા કોઈ સૂચન હોય તો મહેરબાની કરીને કોમેન્ટ થી અમને જરૂર જાણ કરજો.

MBit : Lyrical.ly- Easy Video maker App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares